Friday, 1 July 2016

કલા પ્રદર્શન


પ્રત્યેક બાળક પોતાની અંદર એક વિશિષ્ટ શક્તિ લઈને જન્મે છે. જરૂર છે તેમની આ શક્તિ ને વાચા આપવાની, તેમને ખીલવાની એક તક આપવાની. 
વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી આવી સુંદર કારીગરીની પ્રસંશા કરતા શાળા પરિવારે આવી વસ્તુઓનું પ્રદર્શન ગોઠવીને વિદ્યાર્થી ને સંપૂર્ણપણે ખીલવાની તક આપી છે. 
મોતીકામ, જરીકામ, મીનાકારી, સ્ટોનવર્ક, ભરત-ગુંથણ ચિત્રકલા, વેસ્ટ માંથી બેસ્ટ જેવી કલાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ અવનવા સર્જનો કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા ગામઠી પહેરવેશ, તોરણ-તોડલીયા, ચાકળા, સામૈયા, ફૂલદાની, વીંઝણા, ભીંતચિત્રો અને અન્ય સર્જન જોવા માટેનો ઉત્સાહ ભાગ લેવાવાળા પ્રત્યેક વિદ્યાર્થીના મોઢા ઉપર સ્પષ્ટ વાંચી શકાતો હતો.
વિદ્યાર્થીની અંદર રહેલી સર્જનાત્મકતાને ખીલવવાવાળા  વાલીગણ અને શિક્ષકોની પણ શાળા પરિવાર સરાહના કરે છે.

No comments:

Post a Comment