Balanand High School
શ્રી નાથજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત,બાલાનંદ વિદ્યાલય, સુરત સદાય વિદ્યાર્થીઓની પ્રગતિમાં સહભાગી રહી છે. વિદ્યાર્થીઓના વિકાસમાંજ રાષ્ટ્ર, સમાજ અને ધર્મનું હિત સમાયેલું છે. શૈક્ષણિક અગ્રીમતાની સાથે સાથે શાળા પરિવાર વિદ્યાર્થીઓના ઈતર અભ્યાસમાં પણ એટલોજ સહયોગ આપે છે. બાળકોની આ અવનવી કૃતિઓ તથા શાળા પરિવાર ને વૈશ્વિક માધ્યમ સાથે જોડવાના એક પ્રયાસના ભાગ રૂપે અમો પણ આ બ્લોગ પરિવાર માં જોડાઈએ છીએ.
Friday, 1 July 2016
કલા પ્રદર્શન




પ્રત્યેક બાળક પોતાની અંદર એક વિશિષ્ટ શક્તિ લઈને જન્મે છે. જરૂર છે તેમની આ શક્તિ ને વાચા આપવાની, તેમને ખીલવાની એક તક આપવાની.
વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી આવી સુંદર કારીગરીની પ્રસંશા કરતા શાળા પરિવારે આવી વસ્તુઓનું પ્રદર્શન ગોઠવીને વિદ્યાર્થી ને સંપૂર્ણપણે ખીલવાની તક આપી છે.
મોતીકામ, જરીકામ, મીનાકારી, સ્ટોનવર્ક, ભરત-ગુંથણ ચિત્રકલા, વેસ્ટ માંથી બેસ્ટ જેવી કલાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ અવનવા સર્જનો કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા ગામઠી પહેરવેશ, તોરણ-તોડલીયા, ચાકળા, સામૈયા, ફૂલદાની, વીંઝણા, ભીંતચિત્રો અને અન્ય સર્જન જોવા માટેનો ઉત્સાહ ભાગ લેવાવાળા પ્રત્યેક વિદ્યાર્થીના મોઢા ઉપર સ્પષ્ટ વાંચી શકાતો હતો.
વિદ્યાર્થીની અંદર રહેલી સર્જનાત્મકતાને ખીલવવાવાળા વાલીગણ અને શિક્ષકોની પણ શાળા પરિવાર સરાહના કરે છે.
ગણિત-વિજ્ઞાન મેળો
શ્રી નાથજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
બાલાનંદ વિદ્યાલય, સુરત
ગણિત તથા વિજ્ઞાનના અટપટા સિદ્ધાંતો પણ તેમના મોડેલ દ્વારા સરળતાથી સમજી શકાય છે. બાલાનંદ વિદ્યાલયના ઉત્સાહી અને મેહનાતું બાળકો દ્વારા બનાવાયેલા આવા ઉત્કૃષ્ટ મોડેલોને સરાહના આપવા તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહ માં વધારો કરવા શાળા પરિવાર વતી ગણિત-વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અવનવા મોડેલ બનાવનારા વિદ્યાર્થીઓમાં તો ઉત્સાહ હતોજ, પણ મેળામાં આવનારા અન્ય વિદ્યાર્થીઓમાં પણ શીખવાનો અજબ ઉત્સાહ હતો. શિક્ષકો અને સહાયક વિદ્યાર્થી ગણ ના સહયોગ થી સફળ બનેલા આ કાર્યક્રમ માટે શાળા પરિવાર દરેકની પ્રશંશા કરે છે.
વાંચે ગુજરાત
શ્રી નાથજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
બાલાનંદ વિદ્યાલય, સુરત
વાંચન થી જ્ઞાન સમૃદ્ધ બને છે. જ્ઞાન એક માત્ર રસ્તો છે કે જેનાંથી માનવ ઉત્થાન અતિ સરળ અને સાહજિક રીતે થઇ શકે છે. ગુજરાત સરકાર ના "વાંચે ગુજરાત" કાર્યકમ હેઠળ અમારી શાળા ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લઇ ને જીવનમાં વાંચનનું મહત્વ સમજી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમ ની સફળતામાં સહભાગી એવા પ્રત્યેક નામી-અનામી શિક્ષકો અને અન્ય સહાયકોનો શાળા-પરિવાર વતી ખુબ ખુબ અભાર.
Subscribe to:
Comments (Atom)







